عربی چھارم

دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٣
دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٣
دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٤
دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٤
دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٥
دلیل الفالحین شرح اردو ریاض الصالحین جلد ٥
منہاج العربیہ جلد ١
منہاج العربیہ جلد ١
منہاج العربیہ جلد ٢
منہاج العربیہ جلد ٢
منہاج العربیہ جلد ٣
منہاج العربیہ جلد ٣
منہاج العربیہ جلد ٤
منہاج العربیہ جلد ٤
تفہیم المسلم شرح صحیح مسلم شریف جلد ١
تفہیم المسلم شرح صحیح مسلم شریف جلد ١
تفہیم المسلم شرح صحیح مسلم شریف جلد ٢
تفہیم المسلم شرح صحیح مسلم شریف جلد ٢

નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા

નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા

એક મોટી કંપનીના ગેટ સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી. લંચ ટાઇમમાં અવારનવાર કંપનીના કર્મચારીઓ ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર, સમોસા ખાતા ખાતા સમોસાવાળા સાથે મજાકના મૂડમાં આવી ગયા. મેનેજર સાહેબે સમોસાવાળાને કહ્યું: "યાર શાહિદ! તમારી દુકાન તમે ખૂબ સારી રીતે સેટ કરી છે, પણ શું તમને નથી લાગતું કે તમે સમોસા વેચીને તમારો સમય અને ટેલેન્ટ બગાડી રહ્યા છો? વિચારો, જો તમે મારી જેમ આ કંપનીમાં કામ કરતા હોત તો આજે ક્યાં હોત? બની શકે કે કદાચ તમે પણ આજે મારી જેમ મેનેજર હોત." આ વાત પર સમોસાવાળા શાહિદે થોડું વિચાર્યું અને બોલ્યો: "સર, આ મારું કામ તમારા કામ કરતાં ઘણું સારું છે. 10 વર્ષ પહેલાં જ્યારે હું ટોપલીમાં સમોસા વેચતો હતો ત્યારે તમારી જોબ લાગી હતી, ત્યારે હું આખા મહિનામાં હજાર રૂપિયા કમાતો હતો અને તમારો પગાર 10 હજાર હતો. આ 10 વર્ષોમાં આપણે બંનેએ ખૂબ મહેનત કરી. તમે સુપરવાઇઝરમાંથી મેનેજર બની ગયા અને હું ટોપલીમાંથી આ પ્રખ્યાત દુકાન સુધી પહોંચી ગયો. આજે તમે મહિનાના 50 હજાર કમાઓ છો અને હું મહિનાના 60 હજાર રૂપિયા. પરંતુ હું એટલા માટે મારા કામને તમારા કામ કરતાં વધુ સારું નથી કહી રહ્યો. પણ આ તો હું બાળકોના કારણે કહી રહ્યો છું. જરા વિચારો સર, મેં તો બહુ ઓછા રૂપિયાથી ધંધો શરૂ કર્યો હતો. પણ મારા દીકરાને આ બધું સહન કરવું નહીં પડે, મારી દુકાન મારા દીકરાને મળશે. મેં જિંદગીમાં જે મહેનત કરી છે, તેનો ફાયદો મારા બાળકો ઉઠાવશે, જ્યારે તમારી આખી જિંદગીની મહેનતનો ફાયદો તમારા માલિકના બાળકો ઉઠાવશે. હવે તમે તમારા દીકરાને ડાયરેક્ટ તમારી પોસ્ટ પર તો નહીં બેસાડી શકો ને? તેને પણ તમારી જેમ ઝીરોથી જ શરૂઆત કરવી પડશે, અને પોતાની નિવૃત્તિના સમયે તે ત્યાં જ પહોંચશે જ્યાં અત્યારે તમે છો, જ્યારે મારો દીકરો બિઝનેસને અહીંથી વધુ આગળ લઈ જશે અને પોતાના સમયમાં આપણા બધાથી ઘણો આગળ નીકળી જશે. હવે તમે જ કહો કે કેવી રીતે મારો સમય અને ટેલેન્ટ બગડી રહ્યા છે?" મેનેજર સાહેબે સમોસાવાળાને 2 સમોસાના 20 રૂપિયા આપ્યા અને કંઈપણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, આ છે નોકરી અને બિઝનેસ (ધંધા) વચ્ચેનો તફાવત. ___________📝📝📝___________ સાભાર (મનકૂલ) પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ

સૌથી તાજેતરનું

Naats