عربی ہفتم دورہ حدیث شریف

تشریحات بُخاری اردو جلد 5
تشریحات بُخاری اردو جلد 5
تشریحات بُخاری اردو جلد 6
تشریحات بُخاری اردو جلد 6
تشریحات بُخاری اردو جلد 7
تشریحات بُخاری اردو جلد 7
انعام الباری جلد 1
انعام الباری جلد 1
انعام الباری جلد 2
انعام الباری جلد 2
انعام الباری جلد 3
انعام الباری جلد 3
انعام الباری جلد 4
انعام الباری جلد 4
انعام الباری جلد 5
انعام الباری جلد 5
انعام الباری جلد 6
انعام الباری جلد 6

એક રાતની વાર્તા (હાતિમ તાઈ અને અનાથ બાળકની ઉદારતા)

એક રાતની વાર્તા (હાતિમ તાઈ અને અનાથ બાળકની ઉદારતા)

એક માણસે હાતિમ તાઈને પૂછ્યું: "ઓ હાતિમ! શું ઉદારતામાં (સખાવતમાં) કોઈ તમારાથી આગળ વધ્યું છે?" હાતિમ તાઈએ જવાબ આપ્યો: "હા! તય કબીલાનો એક યતીમ (અનાથ) બાળક મારા કરતાં વધુ સખી (ઉદાર) નીકળ્યો, જેનો કિસ્સો કંઈક એવો છે કે મુસાફરી દરમિયાન હું રાત રોકાવા માટે તેના ઘરે ગયો. તેની પાસે કુલ દસ બકરીઓ હતી. તેણે એક બકરી ઝબહ કરી, તેનું માંસ તૈયાર કર્યું અને જમવા માટે મારી સામે પીરસ્યું. તેણે ભોજનમાં મને જે વસ્તુઓ આપી તેમાં મગજ (ભેજું) પણ હતું. મેં તે ખાધું તો મને ખૂબ જ ભાવ્યું અને મેં કહ્યું: 'વાહ સુભાન અલ્લાહ! કેવો અદ્ભુત સ્વાદ છે!'" હાતિમે આગળ કહ્યું, "તે અનાથ બાળક તરત જ બહાર નીકળી ગયો અને મારી જાણ બહાર તેણે એક-એક કરીને પોતાની બધી જ બકરીઓ ઝબહ કરી નાખી અને બધાના મગજ મને પીરસી દીધા. જ્યારે હું સવારે ત્યાંથી નીકળવા લાગ્યો ત્યારે મેં જોયું કે ઘરની આસપાસ ચારેય તરફ લોહી જ લોહી વહેલું પડ્યું હતું. મેં તેને પૂછ્યું: 'તેં તારી બધી જ બકરીઓ કેમ ઝબહ કરી નાખી?' તેણે કહ્યું: 'વાહ, સુભાન અલ્લાહ! તમને મારી કોઈ વસ્તુ સારી લાગે અને હું તે આપવામાં કંજૂસી કરું, તે અરબો માટે સૌથી ખરાબ ગાળ (અપમાન) છે!'" હાતિમને પૂછવામાં આવ્યું: "બદલામાં તમે તેને શું આપ્યું?" તેમણે કહ્યું: "ત્રણસો લાલ ઊંટડીઓ અને પાંચસો બકરીઓ!" આ સાંભળી લોકોએ કહ્યું: "તો પછી તમે તેના કરતાં મોટા ઉદાર સાબિત થયા!" હાતિમ તાઈએ જવાબ આપ્યો: "ના...! તે મારા કરતાં વધુ ઉદાર છે, કારણ કે તેણે પોતાનું બધું જ લૂંટાવીને સખાવત કરી છે, જ્યારે મેં તો મારી અઢળક સંપત્તિમાંથી થોડોક જ ભાગ ખર્ચીને ઉદારતા બતાવી છે." (મનકૂલ — પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ્લિકેશન)

સૌથી તાજેતરનું

Naats