عربی ہفتم دورہ حدیث شریف

موطا جلد 3
موطا جلد 3
صحیح مسلم شریف
صحیح مسلم شریف
سنن النسائی مترجم جلد 1
سنن النسائی مترجم جلد 1
سنن النسائی مترجم جلد 2 ۔
سنن النسائی مترجم جلد 2 ۔
سنن النسائی مترجم جلد 3
سنن النسائی مترجم جلد 3
جلالین کلاں
جلالین کلاں
أحسن الوقایہ شرح اردو شرح الوقایہ جلد ۱
أحسن الوقایہ شرح اردو شرح الوقایہ جلد ۱
أحسن الوقایہ شرح اردو شرح الوقایہ جلد ۳
أحسن الوقایہ شرح اردو شرح الوقایہ جلد ۳
مظاہر حق جلد 1
مظاہر حق جلد 1

જીવનની સફર ખૂબ ટૂંકી છે: ક્ષમા અને શાંતિનો એક સુંદર પાઠ

જીવનની સફર ખૂબ ટૂંકી છે: ક્ષમા અને શાંતિનો એક સુંદર પાઠ

એક સ્ત્રી ખૂબ જ ઝડપથી બસમાં સવાર થઈ અને બીજી સ્ત્રીની બાજુની સીટ પર જઈને બેસી ગઈ. તેના પર્સથી બાજુમાં બેઠેલી સ્ત્રીને વાગ્યું (ઈજા થઈ). તે સ્ત્રી શાંત રહી. તેને શાંત જોઈને બીજી સ્ત્રીએ સવાલ કર્યો, "મારા પર્સથી વાગવા છતાં તમે શાંત કેમ રહ્યા?" તે સ્ત્રી હસીને બોલી: "એક સામાન્ય બાબત માટે મારે ગુસ્સે થવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી એકબીજા સાથેની સફર ખૂબ જ ટૂંકી છે, કેમ કે હું આગામી સ્ટોપ પર ઉતરી જવાની છું." આ જવાબે બીજી સ્ત્રીને બેચેન કરી દીધી, તેણે તે સ્ત્રી પાસે માફી માંગી. આ પછી જે વિચારો આવે છે તે સોનેરી અક્ષરે લખવા યોગ્ય છે. આપણામાંથી દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે દુનિયામાં આપણો સમય બહુ ટૂંકો છે. આ ટૂંકા સમયને નકામી દલીલો, ઈર્ષ્યા, દ્વેષ અને અન્ય મનદુઃખોથી અંધકારમય ન કરવો જોઈએ, અને આ ખરાબ વર્તન માત્ર સમય અને શક્તિનો બગાડ કરે છે. શું કોઈએ તમારું દિલ દુભાવ્યું છે? શાંત રહો. સફર ખૂબ ટૂંકી છે. શું કોઈએ તમને દગો આપ્યો છે કે અપમાનિત કર્યા છે? રિલેક્સ રહો, તણાવમાં ન આવો. સફર ખૂબ ટૂંકી છે. શું કોઈએ વગર કારણે તમારું અપમાન કર્યું છે? શાંત રહો અને અવગણો (નજરઅંદાજ કરો). સફર ખૂબ ટૂંકી છે. શું કોઈએ તમારા પર અણગમતી ટિપ્પણી કરી છે? શાંત રહો, અવગણો, તેમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો અને કોઈ બદલાની અપેક્ષા વિના તેમને માફ કરી દો. સફર ખૂબ ટૂંકી છે. દરેક તે તકલીફ જે તમને બીજા કોઈ તરફથી મળી છે, તે વાસ્તવમાં ત્યારે જ તકલીફ બને છે જ્યારે તમે તેના વિશે વિચારો છો. યાદ રાખો, આપણી એકબીજા સાથેની સફર ખૂબ જ ટૂંકી છે. કોઈ આ સફરના અંતથી વાકેફ નથી, કાલ કોઈએ જોઈ નથી, કોઈ નથી જાણતું કે તે પોતાના સ્ટોપ પર ક્યારે પહોંચી જશે. આપણી સફર ખૂબ ટૂંકી છે. આવો, આપણા પરિવાર અને મિત્રોની કદર કરીએ. તેમની સાથે હસી-મજાક કરીએ, તેમનો આદર કરીએ, પ્રેમ કરનારા અને માફ કરનારા બનીએ કારણ કે સફર ખૂબ ટૂંકી છે. ___________📝📝📝___________ સાભાર (મનકૂલ) પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ

સૌથી તાજેતરનું

Naats