عربی ہفتم دورہ حدیث شریف

بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٣
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٣
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٤
بذل المجھود فی حل سنن ابی داود الجزء ١٤
تیسیر المبتدی
تیسیر المبتدی
حل مشکلات النحو مکمل و مدلل
حل مشکلات النحو مکمل و مدلل
حل مشکلات الصرف مکمل و مدلل
حل مشکلات الصرف مکمل و مدلل
عربی زبان
عربی زبان
حدیث کے اصول و مصطلحات
حدیث کے اصول و مصطلحات
رہبر علم حدیث
رہبر علم حدیث
نصر الباری شرح اردو صحیح البخاری جلد ١
نصر الباری شرح اردو صحیح البخاری جلد ١

દિવાલ પર પિતાના હાથના નિશાન.

દિવાલ પર પિતાના હાથના નિશાન.

અબ્બાજી વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતા ચાલતા દીવાલનો સહારો લેતા હતા. પરિણામે દીવાલોનો રંગ ખરાબ થવા લાગ્યો, જ્યાં પણ તેઓ અડકતા ત્યાં દીવાલો પર તેમની આંગળીઓના નિશાન છપાઈ જતા હતા. મારી પત્નીને જ્યારે ખબર પડી તો તે અવારનવાર ગંદી દેખાતી દીવાલો વિશે મારી પાસે ફરિયાદ કરતી. એક દિવસ માથામાં દુખાવો થઈ રહ્યો હતો તો અબ્બાજીએ માથા પર તેલની માલિશ કરી. જેથી ચાલતી વખતે દીવાલો પર તેલના ડાઘ પડી ગયા. આ જોઈને મારી પત્ની ચીસ પાડી ઉઠી. અને મેં પણ ગુસ્સામાં મારા પિતાને વઢી નાખ્યા અને તેમની સાથે અસભ્ય વર્તન કર્યું, તેમને સલાહ આપી કે ચાલતી વખતે દીવાલોને હાથ ન અડાડે. તેઓ ખૂબ જ ઉદાસ દેખાયા. મને મારા વર્તન પર શરમ પણ આવી પરંતુ તેમને કંઈ ન કહ્યું. અબ્બાજીએ ચાલતી વખતે દીવાલ પકડવાનું છોડી દીધું. અને એક દિવસ તેઓ પડી ગયા અને પથારીવશ થઈ ગયા, જે તેમના માટે મરણપથારી બની ગઈ અને થોડા જ દિવસોમાં તેઓ આપણી વચ્ચેથી વિદાય થઈ ગયા. મેં મારા દિલમાં અપરાધભાવ અનુભવ્યો અને હું તેમના તે ચહેરાના હાવભાવ ક્યારેય ભૂલી શકતો નથી અને તેના તરત જ પછી પોતાની જાતને તેમની મૃત્યુ માટે માફ કરી શકતો નથી. થોડા સમય પછી, અમારે ઘરને કલર (પેઇન્ટ) કરાવવો હતો. જ્યારે પેઇન્ટર આવ્યા ત્યારે મારો દીકરો, જે તેના દાદાને ખૂબ પ્રેમ કરતો હતો, તેણે પેઇન્ટરોને દાદાની આંગળીઓના નિશાન સાફ કરવાની અને તે ભાગો પર કલર કરવાની મંજૂરી ન આપી. પેઇન્ટરો ખૂબ જ સારા અને નવીન વિચારવાળા (ઇનોવેટિવ) હતા. તેમણે તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ/હેન્ડપ્રિન્ટ્સને હટાવશે નહીં, પરંતુ તે નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ (ગોળ) બનાવશે અને એક અનોખી ડિઝાઇન તૈયાર કરશે. ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને તે પ્રિન્ટ્સ અમારા ઘરનો એક ભાગ બની ગયા. અમારા ઘરે આવનાર દરેક વ્યક્તિએ અમારી આ અનોખી ડિઝાઇનની પ્રશંસા કરી. સમયની સાથે હું પણ વૃદ્ધ થતો ગયો. હવે મને ચાલવા માટે દીવાલના સહારાની જરૂર હતી. એક દિવસ ચાલતા ચાલતા મને મારા પિતાને કહેલા શબ્દો યાદ આવ્યા, અને સહારા વગર ચાલવાનો પ્રયત્ન કરવાની વાત યાદ આવી. મારો દીકરોએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ચાલતી વખતે મને દીવાલોનો સહારો લેવા કહ્યું, એવી ચિંતા વ્યક્ત કરી કે હું સહારા વગર પડી શકું છું. મેં જોયું કે મારો દીકરો મને પકડી રહ્યો છે. મારી પૌત્રી તરત જ આગળ આવી અને પ્રેમથી મારો હાથ તેના ખભા પર મૂકીને સહારો આપ્યો. હું લગભગ શાંતિથી રડવા લાગ્યો. જો મેં મારા પિતા માટે પણ આવું જ કર્યું હોત તો તેઓ વધુ સમય સુધી સ્વસ્થ અને ખુશ રહ્યા હોત. મારી પૌત્રી મને સાથે લઈ ગઈ અને સોફા પર બેસાડ્યો. પછી તેણે મને બતાવવા માટે તેની ડ્રોઇંગ બુક કાઢી. તેના શિક્ષકે તેના ડ્રોઇંગના વખાણ કર્યા હતા અને તેને શ્રેષ્ઠ રિમાર્ક્સ આપ્યા હતા. સ્કેચ દીવાલો પર મારા પિતાના હાથના નિશાનનો હતો. તેના રિમાર્ક્સ હતા- "કાશ દરેક બાળક વડીલોને આ જ રીતે પ્રેમ કરે." હું મારા રૂમમાં પાછો આવ્યો અને મારા પિતા પાસે માફી માંગતા માંગતા રડવા લાગ્યો, જેઓ હવે આ દુનિયામાં નહોતા. આપણે પણ સમયની સાથે વૃદ્ધ થઈ જઈએ છીએ. ચાલો આપણે આપણા વડીલોની સંભાળ રાખીએ અને આપણા બાળકોને પણ આ જ શીખવીએ. તમારા પરિવારના સભ્યોને પણ જણાવો કે આ વડીલો કિંમતી હોય છે, દીવાલો અને વસ્તુઓ નહીં. (અનુકરણ / સાભાર)

સૌથી તાજેતરનું

Naats