عربی ہفتم دورہ حدیث شریف

الدر المنضود شرح سنن ابی داؤد جلد ١
الدر المنضود شرح سنن ابی داؤد جلد ١
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٢
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٢
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٣
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٣
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٤
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٤
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٥
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٥
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٦
الدر المنضود شرح سنن ابی داؤد جلد ٦
بہارستان ترجمہ و شرح اردو گلستان
بہارستان ترجمہ و شرح اردو گلستان
تحفة القاری شرح صحیح البخاری جلد ١
تحفة القاری شرح صحیح البخاری جلد ١
تحفة القاری شرح صحیح البخاری جلد ٢
تحفة القاری شرح صحیح البخاری جلد ٢

ઇતિહાસની સૌથી શક્તિશાળી માફી (હઝરત અબૂ ઝર અને હઝરત બિલાલનો કિસ્સો)

ઇતિહાસની સૌથી શક્તિશાળી માફી (હઝરત અબૂ ઝર અને હઝરત બિલાલનો કિસ્સો)

જ્યારે હઝરત અબૂ ઝર (રઝિયલ્લાહુ અન્હુ) એ હઝરત બિલાલ (રઝિયલ્લાહુ અન્હુ) ને કહ્યું... "એ કાળી-કરૂપી માના દીકરા! હવે તું પણ મારી ભૂલો કાઢીશ...?" બિલાલ આ સાંભળીને ગુસ્સા અને અફસોસથી બેચેન થઈને એમ કહેતા ઊભા થયા, "ખુદાના સોગંદ! હું આ બાબત ચોક્કસપણે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે ઉઠાવીશ!!" આ સાંભળીને અલ્લાહના રસૂલના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને આપે ફરમાવ્યું: "અબૂ ઝર! શું તેં તેને તેની માનું મેણું (આર) માર્યું??? તારા અંદરની અજ્ઞાનતા (જાહિલિયત) હજુ સુધી ગઈ નથી!!" એટલું સાંભળતા જ અબૂ ઝર એમ કહેતા રડવા લાગ્યા, "યા રસૂલુલ્લાહ! મારા માટે ક્ષમા (મગફિરત) ની દુઆ કરી દો." અને પછી રડતા રડતા મસ્જિદમાંથી બહાર નીકળી ગયા. બહાર આવીને પોતાનો ગાલ (રૂખસાર) ધૂળ પર મૂકી દીધો અને બિલાલને સંબોધીને કહેવા લાગ્યા: "બિલાલ! જ્યાં સુધી તું મારા ગાલને તારા પગથી ન કચડી નાખે, હું તેને ધૂળમાંથી નહીં ઉઠાવું, ચોક્કસ તું પ્રતિષ્ઠિત અને આદરણીય છે અને હું નકામો ને ઝલીલ છું!!" આ જોઈને બિલાલ રડતા રડતા આવ્યા અને અબૂ ઝરની નજીક જઈને તેમના ગાલને ચૂમી લીધો અને સહજ ભાવે બોલી ઉઠ્યા: "પવિત્ર ખુદાના સોગંદ! હું આ ગાલને કેવી રીતે કચડી શકું, જેણે એકવાર પણ ખુદાની સામે સજદો કર્યો હોય!" પછી બંને ઊભા થઈને ગળે મળ્યા અને ખૂબ રડ્યા!! (સહીહ બુખારી: ૩૧) અને આજે આપણે એકબીજાનું હજારો વખત દિલ દુભાવીએ છીએ પણ કોઈ એમ નથી કહેતું કે... "ભાઈ! માફ કરો, બહેન! માફી સ્વીકારો". આ સત્ય છે કે આપણે દરરોજ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડીએ છીએ; પરંતુ આપણે માફીના શબ્દો પણ જીભથી બોલતા નથી અને "માફ કરી દો" જેવો એક નાનો શબ્દ કહેતા પણ આપણને શરમ આવે છે. માફી માંગવી એ ઉત્તમ સંસ્કૃતિ (સંસ્કાર) અને શ્રેષ્ઠ અખ્લાક (વર્તન) છે, જ્યારે ઘણા લોકો સમજે છે કે આ પોતાનું અપમાન છે. આપણે બધા મુસાફિર છીએ, અને સફરની સામગ્રી ખૂબ જ ઓછી છે, આપણે બધા દુનિયા અને આખિરતમાં અલ્લાહ પાસે માફી અને દયાદ્રષ્ટિની પ્રાર્થના કરીએ છીએ. *નોંધ* આ સંદેશાને બીજા સુધી પહોંચાડો જેથી અલ્લાહ તમારા દ્વારા કોઈની જિંદગી બદલી નાખે. મનકૂલ (નકલ કરેલ).

સૌથી તાજેતરનું

Naats