عربی ہفتم دورہ حدیث شریف

تحفة الأحوذي بشرح جامع الترمذی الجزء العاشر
تحفة الأحوذي بشرح جامع الترمذی الجزء العاشر
درسی تقریر برائے مختصر المعانی
درسی تقریر برائے مختصر المعانی
نیل الامانی شرح اردو مختصر المعانی
نیل الامانی شرح اردو مختصر المعانی
الہدایہ مع احادیثها و اصولها جلد ۱
الہدایہ مع احادیثها و اصولها جلد ۱
الہدایہ مع احادیثها و اصولها جلد ۲
الہدایہ مع احادیثها و اصولها جلد ۲
الہدایہ مع احادیثها و اصولها جلد ۳
الہدایہ مع احادیثها و اصولها جلد ۳
کتاب الصرف جلد ۱
کتاب الصرف جلد ۱
کتاب الصرف جلد ۲
کتاب الصرف جلد ۲
کتاب الصرف جلد ۳
کتاب الصرف جلد ۳

ફઝલ બિન રબીઅની ઉદારતા

ફઝલ બિન રબીઅની ઉદારતા

એક માણસે ફઝલ બિન રબીઅના નામે એક નકલી (ખોટો) પત્ર લખ્યો, જેમાં પોતાના માટે એક હજાર દીનાર આપવાનો હુકમ લખીને સહી કરી દીધી હતી. તે માણસ પત્ર લઈને ફઝલ બિન રબીઅના ખજાનચી (કેશિયર) પાસે પહોંચ્યો. તેણે પત્ર વાંચી લીધો પણ તેને કોઈ શંકા ન ગઈ. તે તેને એક હજાર દીનાર આપવા જ જતો હતો કે તે જ સમયે ફઝલ બિન રબીઅ કોઈ કામસર પોતે ત્યાં આવી પહોંચ્યા. ખજાનચીએ તે માણસ વિશે તેમને જણાવ્યું અને પત્ર પણ બતાવ્યો. ફઝલ બિન રબીઅએ પત્ર જોયા પછી એક નજર તે માણસના ચહેરા પર નાખી, તો તેનો ચહેરો પીળો પડી ગયો હતો અને તે ડરના માર્યા થરથર કાંપી રહ્યો હતો. ફઝલ બિન રબીઅએ માથું ઝુકાવીને થોડીવાર વિચાર કર્યા પછી ખજાનચીને પૂછ્યું, "તને ખબર છે હું અત્યારે તારી પાસે કેમ આવ્યો છું?" ખજાનચીએ ના માં માથું હલાવ્યું. ફઝલ બિન રબીઅએ કહ્યું, "હું તને માત્ર એટલી તાકીદ (ખાસ સૂચના) કરવા આવ્યો છું કે આ માણસને રકમ તરત જ ચૂકવીને તેની જરૂરિયાત પૂરી કર." ખજાનચીએ તરત જ હજાર દીનાર કોથળીમાં નાખીને તે માણસને સોંપી દીધા. તે માણસ આભો બની ગયો (હક્કાબક્કા રહી ગયો). ગભરામણની સ્થિતિમાં તે ક્યારેક ફઝલ બિન રબીઅના ચહેરા સામે જોતો તો ક્યારેક ખજાનચીના ચહેરા સામે. ફઝલ બિન રબીઅએ નજીક આવીને તેને કહ્યું, "ગભરાઈશ નહીં અને રાજીખુશીથી તારા ઘરે જા." તે માણસે અત્યંત ભાવુક થઈને ફઝલ બિન રબીઅના હાથને ચૂમ્યો અને કહ્યું, "તમે મારી ભૂલ છુપાવી (પડદાપોશી કરી) અને મને અપમાનિત (રૂસવા) ન કર્યો, કયામતના દિવસે અલ્લાહ તમારી ખામીઓ છુપાવે અને અપમાનથી બચાવે." આટલું કહીને તેણે દીનાર લીધા અને બહાર નીકળી ગયો. (અલ-મુસ્તતરફ, પૃષ્ઠ: ૨૦૬) ________________________________ પુસ્તક : કિતાબોં કી દરસગાહ મેં (પૃષ્ઠ સંખ્યા: ૯૪) લેખક : ઇબ્નુલ હસન અબ્બાસી (રહમતુલ્લાહી અલયહિ)

સૌથી તાજેતરનું

Naats