عربی پنجم

تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۶
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۶
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۷
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۷
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۸
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۸
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۹
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۹
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۱۰
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۱۰
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۱۱
تشریح الہدایہ شرح اردو ہدایہ جلد ۱۱
تسہیل النسائی شرح نسائی شریف(کتاب البیوع)
تسہیل النسائی شرح نسائی شریف(کتاب البیوع)
تسہیل الحسامی
تسہیل الحسامی
تسہیل المنطق
تسہیل المنطق

ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે

ટેકા (સહારા) માણસને ખોખલો કરી દે છે

ઈરાનનો એક રાજા શિયાળાની એક સાંજે જ્યારે પોતાના મહેલમાં પ્રવેશી રહ્યો હતો, ત્યારે તેણે એક એવા વૃદ્ધ દરવાનને (ચોકીદારને) જોયો જે મહેલના મુખ્ય દરવાજા પર જૂનો અને પાતળો ગણવેશ (વર્દી) પહેરીને પહેરો આપી રહ્યો હતો. રાજાએ તેની નજીક પોતાની સવારી રોકાવી અને તે અશક્ત દરવાનને પૂછવા લાગ્યો: "તને ઠંડી નથી લાગતી?" દરવાને જવાબ આપ્યો: "નામદાર, બહુ લાગે છે, પણ શું કરું? મારી પાસે ગરમ કપડાં નથી, એટલે સહન કરવું પડે છે." રાજાએ કહ્યું: "હું હમણાં જ મહેલની અંદર જઈને તારા માટે મારો જ કોઈ ગરમ પોશાક મોકલાવું છું." દરવાને ખુશ થઈને રાજાને નમીને સલામ કરી અને ખૂબ આભાર માન્યો. પરંતુ રાજા જેવો પોતાના ગરમ મહેલમાં દાખલ થયો, તે દરવાન સાથે કરેલો વાયદો સાવ ભૂલી ગયો. બીજે દિવસે સવારે દરવાજા પર તે વૃદ્ધ દરવાનની ઠંડીથી અકડાઈ ગયેલી લાશ મળી અને પાસે જ માટી પર તેની થીજી ગયેલી આંગળીઓથી લખાયેલું આ લખાણ પણ મળ્યું: "મહારાજ સલામત રહો! હું ઘણા વર્ષોથી શિયાળામાં આ જ પાતળી વર્દીમાં ચોકીદારી કરતો આવતો હતો, પણ ગઈકાલે રાત્રે તમારા ગરમ કપડાંના વાયદાએ મારો જીવ લઈ લીધો." બોધપાઠ: પારકા સહારા માણસને અંદરથી ખોખલો કરી દે છે અને અપેક્ષાઓ કમજોર બનાવી દે છે. પોતાની તાકાત ના જોરે જીવવાનું શરૂ કરો. બીજાના સહારાની ઘોડીઓ (બૈસાખીઓ) ફેંકી દો અને પોતાની શક્તિને અજમાવો. (મનકૂલ — પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ્લિકેશન)

સૌથી તાજેતરનું

Naats