عربی اول

تدریب النحو
تدریب النحو
عربی زبان کے دس سبق
عربی زبان کے دس سبق
رہنمائے ترکیب مع رہبر اجراء
رہنمائے ترکیب مع رہبر اجراء
قرآنی صفوۃ المصادر
قرآنی صفوۃ المصادر
رفۃ العوامل شرح اردو شرح ماںٔۃ عامل
رفۃ العوامل شرح اردو شرح ماںٔۃ عامل
کتاب الصرف جلد ۱
کتاب الصرف جلد ۱
کتاب النحو جلد ۱
کتاب النحو جلد ۱
مفتاح الصرف (مکمل)
مفتاح الصرف (مکمل)
تدریس النحو مع تمرین و طریقہ اجرا
تدریس النحو مع تمرین و طریقہ اجرا

ભવિષ્યમાં લોકો તરાવીહમાં શું પઢશે?

ભવિષ્યમાં લોકો તરાવીહમાં શું પઢશે?

મુઅતસિમ બિલ્લાહ પછી તેનો પુત્ર વાસિક બિલ્લાહ હિજરી ૨૨૭ માં રાજગાદીનો વારસદાર બન્યો. તે ગુમરાહ કરનારા વિચારો અને માન્યતાઓ ધરાવતો હતો અને મુઅતઝિલી અકીદાઓ, ખાસ કરીને 'ખલ્કે કુરાન' (કુરાન મખ્લૂક હોવાની માન્યતા)ના પ્રચાર-પ્રસારમાં પોતાના પિતા કરતાં પણ આગળ વધી ગયો. તેના સમયમાં એક અજીબ ઘટના બની; દરબારનો ખાસ મસ્ખરો (વિદૂષક) એક દિવસ ખલીફાની સામે આવ્યો અને કહેવા લાગ્યો: "અલ્લાહ તઆલા અમીરુલ મોમિનીનને કુરાન બાબતે સબ્રે જમીલ (ધૈર્ય) આપે! હું અફસોસ (શોક વ્યક્ત) કરવા આવ્યો છું." વાસિક બોલ્યો: "તારું નિકંદન નીકળે! નાલાયક શું કહી રહ્યો છે, શું કુરાનનું અવસાન (વફાત) થઈ ગયું?" મસ્ખરાએ કહ્યું: "અમીરુલ મોમિનીન! આખરે આના સિવાય બીજો શું ઉપાય છે, દરેક મખ્લૂક (સર્જન) પર મોત આવવાનું જ છે અને કુરાન પણ તો તમારા મતે મખ્લૂક છે. આજે નહીં તો કાલે (નઉઝુબિલ્લાહ) આ દુર્ઘટના થઈને જ રહેશે." મસ્ખરાના આ જવાબથી વાસિક ઊંડી સોચમાં પડી ગયો, તો મસ્ખરાએ બીજો સવાલ કર્યો અને ખૂબ જ ગંભીરતાથી કહેવા લાગ્યો: "અમીરુલ મોમિનીન! ભવિષ્યમાં લોકો તરાવીહની નમાઝમાં શું પઢશે?" આ કટાક્ષભર્યા સવાલે વાસિક બિલ્લાહને ખલ્કે કુરાનના મસલા અંગે ઊંડો વિચાર કરવા મજબૂર કરી દીધો. ત્યારબાદ તેણે આ બાબતમાં કડકાઈ અને અત્યાચાર છોડી દીધો. ____📝📝📝____ પુસ્તક: હર વાકિયા બે-મિશાલ ભાગ ૧. પાના નંબર: ૨૦૩. લેખક: અબુ તલ્હા મોહમ્મદ ઇઝહારુલ હસન મહમૂદ. પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ.

સૌથી તાજેતરનું

Naats