عربی پنجم

اثمار الہدایہ علی الہدایہ جلد 1
اثمار الہدایہ علی الہدایہ جلد 1
اثمار الہدایہ علی الہدایہ جلد 2
اثمار الہدایہ علی الہدایہ جلد 2
اثمار الہدایہ علی الہدایہ جلد 3
اثمار الہدایہ علی الہدایہ جلد 3
اثمار الہدایہ علی الہدایہ جلد 4
اثمار الہدایہ علی الہدایہ جلد 4
اثمار الہدایہ علی الہدایہ جلد 5
اثمار الہدایہ علی الہدایہ جلد 5
ایضاح الحسامی شرح اردو حسامی ۲
ایضاح الحسامی شرح اردو حسامی ۲
ایضاح الحسامی شرح اردو حسامی 1
ایضاح الحسامی شرح اردو حسامی 1
احسن الھدایہ شرحِ اردو ہدایہ 1
احسن الھدایہ شرحِ اردو ہدایہ 1
احسن الھدایہ شرحِ اردو ہدایہ 2
احسن الھدایہ شرحِ اردو ہدایہ 2

ચાલાક અમીર અને સમજદાર ખેડૂતની વાર્તા

ચાલાક અમીર અને સમજદાર ખેડૂતની વાર્તા

એક શાતિર અને ચાલાક માલદાર (અમીર) માણસ કોઈ ગામમાં એક ખેડૂત પાસે પહોંચ્યો અને તેને પાર્ટનરશિપ (ભાગીદારી) ની ઓફર કરી, કે રકમ મારી હશે અને મહેનત તારી! પરંતુ જ્યારે પાક તૈયાર થઈ જશે તો જે ભાગ જમીનની અંદર હોય છે તે તારો જ્યારે ઉપરનો બધો મારો હશે (આ ચાલાકી તેણે એટલા માટે કરી કે જમીનમાં મૂળ હોય છે જે આ મૂર્ખ ખેડૂતના ભાગે આવશે અને અસલી કિંમત તો ઉપરના ભાગની હોય છે તે હું લઈ જઈશ). ગમે તેમ પણ, ખેડૂતે થોડીવાર વિચાર કર્યો અને ઓફર સ્વીકારી લીધી. જ્યારે પાક તૈયાર થઈ ગયો ત્યારે ચાલાક માલદાર પોતાનો ભાગ લેવા પહોંચ્યો, તો આ જોઈને પોતાનું માથું પકડી લીધું કે ખેડૂતે ડુંગળીનો પાક વાવ્યો હતો; તેથી કરાર મુજબ ડુંગળી ખેડૂતના ભાગે આવી અને ઉપરના નકામા પાંદડા માલદારને મળ્યા. ચાલાક માલદારે પાઠ શીખીને બાજ આવવાને (સુધરવાને) બદલે એક નવો દાવ રમવાનું વિચાર્યું અને ખેડૂતને ફરી એકવાર પાર્ટનરશિપની ઓફર કરી, પણ આ વખતે શરત એ રાખી કે પાકનો જે ભાગ જમીનની અંદર હશે તે મારો અને ઉપરનો તારો! ખેડૂતે આ શરત સ્વીકારી લીધી. જ્યારે પાક તૈયાર થતાં ચાલાક માલદાર પોતાનો ભાગ લેવા પહોંચ્યો તો જોઈને આભો બની ગયો (હક્કાબક્કા રહી ગયો) કે ખેડૂતે શેરડી ઉગાડી હતી, જેમના નકામા મૂળ તેના ભાગે આવ્યા અને કિંમતી શેરડી ખેડૂતને મળી. ખેડૂતની સમજદારીના હાથે બે વાર પોતાની ચાલાકીનું નુકસાન ઉઠાવ્યા પછી પણ માલદારે હાર ન માની અને બધો હિસાબ ચૂકવવા માટે ખેડૂતને આગામી પાક માટે રકમ આપતાં કહ્યું: "હું બે વાર નુકસાનમાં રહ્યો છું, તેથી આ વખતે પાકનો નીચેનો અને ઉપરનો ભાગ મારો હશે, વચ્ચે જે કંઈ હશે તે તારું હશે." આ વખતે પાક તૈયાર થયો ત્યારે ચાલાક માલદાર ખુશી-ખુશી ખેતરોમાં પહોંચ્યો કે આ વખતે ફાયદો માત્ર મારો જ થશે, પરંતુ ખેતરોમાં પહોંચીને તેના ચહેરોનો રંગ બદલાઈ ગયો કે ખેડૂતે આ વખતે મકાઈ ઉગાડી હતી, જેનો નીચેનો અને સૌથી ઉપરનો ભાગ નકામો (કિંમત વગરનો) હોય છે અને અસલી કિંમત વચ્ચે રહેલા મકાઈના ડોડાની હોય છે. આમ, ખેડૂતની સમજદારીએ માલદારની ચાલાકીને હરાવી દીધી. પ્યારા ભાઈઓ! બુદ્ધિ (અક્કલ) અલ્લાહ પાકે આપેલી બહુ મોટી નેમત છે, હવે આ માણસ પર નિર્ભર છે કે તે બુદ્ધિનો ઉપયોગ સકારાત્મક (મુસ્બત) કરે છે કે નકારાત્મક (મન્ફી)! સમજદારીમાં કરે છે કે ચાલાકીમાં! 🖋🌹💠 સાભાર: સબક આમોઝ કહાનિયાં (પ્રેરણાદાયી વાર્તાઓ) 💠🌹🖋

સૌથી તાજેતરનું

Naats