عربی ششم

احسن الھدایہ شرحِ اردو ہدایہ 11
احسن الھدایہ شرحِ اردو ہدایہ 11
احسن الھدایہ شرحِ اردو ہدایہ 10
احسن الھدایہ شرحِ اردو ہدایہ 10
احسن الھدایہ شرحِ اردو ہدایہ 9
احسن الھدایہ شرحِ اردو ہدایہ 9
احسن الھدایہ شرحِ اردو ہدایہ 8
احسن الھدایہ شرحِ اردو ہدایہ 8
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد  1
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد 1
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد  2
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد 2
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد  3
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد 3
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد  4
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد 4
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد  5
توضیحات اردو شرح مشکوۃ المصابیح جلد 5

જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા

જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા

મને યાદ છે કે દેવબંદમાં જ્યારે મારી ઉંમર આશરે દસ-બાર વર્ષની હતી, એક દિવસ ફજરની નમાઝના સમયે સખત વાવાઝોડું, મુસળધાર વરસાદ અને વીજળીના ગડગડાટના કારણે વાલિદ સાહેબ (મુફ્તી મુહમ્મદ શફી સાહેબ) મસ્જિદ જઈ શક્યા નહીં અને નમાઝ ઘરમાં જ અદા કરી. બીજી તરફ દાદા અબ્બા, જેઓ મસ્જિદના આશિક અને જમાત સાથે નમાઝ પઢવાના પરમ પ્રેમી હતા, તેઓ આ જ હાલતમાં પાયજામો ઊંચો કરીને મસ્જિદ તરફ રવાના થઈ ગયા, અને વરસાદના કારણે વાલિદ સાહેબને તેમના જવાની ખબર ન પડી. દાદા અબ્બા જ્યારે મસ્જિદ પહોંચ્યા ત્યારે જોયું કે મોઅઝ્ઝિન સિવાય કોઈ બીજી વ્યક્તિ હાજર નહોતી. ખેર, મોઅઝ્ઝિન સાથે બે માણસોની જમાત થઈ. નમાઝ પછી જ્યારે દાદા અબ્બા ઘર તરફ પાછા ફરવા લાગ્યા, ત્યારે મહોલ્લાના બધા લોકોને તેમના ઘરોમાંથી ઉઠાડીને પોતાની સાથે લેતા સખત ગુસ્સામાં ઘરે પહોંચ્યા. તેમણે વાલિદ સાહેબને બોલાવીને બધાની સામે એટલી હદે ઠપકો આપ્યો કે વાલિદ સાહેબ અને મહોલ્લાના બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. તેમણે ફરમાવ્યું: "અફસોસ છે કે મારે મારી જિંદગીમાં એવો દિવસ જોવો પડ્યો, જેની મને તમારાથી આશા પણ નહોતી. આજે જો હું ન પહોંચ્યો હોત તો મસ્જિદ વેરાન થઈ જાત અને જમાત ન થાત. મારા પછી તો તમે આ મસ્જિદને વેરાન જ કરી દેશો. મને અફસોસ તો બધા પર છે, પણ સૌથી વધુ મારા આ દીકરા પર છે..." અને બીજું પણ ન જાણે શું-શું કહ્યું? દાદા અબ્બાને દુનિયામાં વાલિદ સાહેબથી વધુ કોઈ વહાલું નહોતું, છતાં જમાત છોડવા પર તેમણે આટલી સખત પકડ (ઠપકો) કરી, તે પણ બધા મહોલ્લાવાળાઓ અને નાના બાળકોની સામે. તેમ છતાં હઝરત વાલિદ સાહેબની એટલી બધી આજ્ઞાકારીતા (સઆદતમંદી) હતી કે તેમણે જરાય નારાજગી વ્યક્ત ન કરી, બલ્કે પસ્તાવો અને શરમ અનુભવતા બધાની સામે માફી માંગી. પછીથી તેઓ કહેતા હતા કે જો તે દિવસે આટલો ઠપકો ન મળ્યો હોત તો આખી જિંદગી અહેસાસ ન થાત કે આપણાથી કોઈ ભૂલ થઈ હતી." (અલ-બલાગ મુફ્તીએ આઝમ નંબર, ભાગ ૨, પાના ૧૦૬૯) ___________📝📝___________ મનકૂલ (નકલ કરેલ). પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ

સૌથી તાજેતરનું

Naats