عربی ہفتم دورہ حدیث شریف

تحفۃ الالمعی جلد 1
تحفۃ الالمعی جلد 1
تحفۃ الالمعی جلد 2
تحفۃ الالمعی جلد 2
تحفۃ الالمعی جلد 3
تحفۃ الالمعی جلد 3
تحفۃ الالمعی جلد 4
تحفۃ الالمعی جلد 4
تحفۃ الالمعی جلد 5
تحفۃ الالمعی جلد 5
تحفۃ الالمعی جلد 6
تحفۃ الالمعی جلد 6
تحفۃ الالمعی جلد 7
تحفۃ الالمعی جلد 7
تحفۃ الالمعی جلد 8
تحفۃ الالمعی جلد 8
امام ابوداؤد اور اُن کی سنن کا تعارف
امام ابوداؤد اور اُن کی سنن کا تعارف

અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના

અલ્લાહની મરજી અલ્લાહ જ જાણે: એક ઇબરતભરી ઘટના

સામાનથી લદાયેલું એક દરિયાઈ જહાજ મુસાફરીમાં હતું કે તેજ પવનોને કારણે તે ઉલટવા લાગ્યું. જહાજ ડૂબવાની અણી પર હતું, તેમાં સવાર વેપારીઓએ કહ્યું કે બોજ હલકો કરવા માટે થોડો સામાન સમુદ્રમાં ફેંકી દઈએ. વેપારીઓએ સલાહ-મસલત કરીને નક્કી કર્યું કે જેનો સામાન સૌથી વધુ હોય, તેનો જ ફેંકી દઈશું. જહાજનો મોટાભાગનો લોડ એક જ વેપારીનો હતો. તેણે વાંધો ઉઠાવ્યો કે "માત્ર મારો જ સામાન કેમ? બધાના માલમાંથી થોડો-થોડો ફેંકી દઈએ." તેમણે જબરદસ્તીથી તે નવા વેપારીને સામાન સાથે સમુદ્રમાં ફેંકી દીધો. કુદરતની શાન કે સમુદ્રના મોજાં તેની સાથે રમવા લાગ્યા. તેને પોતાના મોતની ખાતરી થઈ ગઈ, પણ જ્યારે હોશ આવ્યો ત્યારે શું જુએ છે કે મોજાંઓએ તેને કિનારા (સાહિલ) પર ફેંકી દીધો છે. આ એક નિર્જન (અન-આબાદ) ટાપુ હતો. જીવ બચી જવા પર તેણે રબનો શુક્ર અદા કર્યો. પોતાના શ્વાસ હેઠા બેસાડ્યા, ત્યાં પડેલા લાકડાં ભેગા કરીને માથું છુપાવવા માટે એક ઝૂંપડી જેવું બનાવ્યું. બીજા દિવસે તેને કેટલાક સસલાં પણ જોવા મળ્યાં. તેમનો શિકાર કરીને ગુજરાત કરતો રહ્યો. એક દિવસ એવું બન્યું કે તે ખાવાનું બનાવી રહ્યો હતો ત્યારે તેની ઝૂંપડીમાં આગ લાગી ગઈ. તેણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ આગ પર કાબૂ ન મેળવી શક્યો. તેણે જોરથી પોકારવાનું શરૂ કર્યું, "તેં મને સમુદ્રમાં ફેંકી દીધો. મારો બધો સામાન ડૂબી ગયો. હવે આ ઝૂંપડી જ મારી કુલ કાયનાત હતી, તેને પણ બાળીને રાખ કરી દીધી. હવે હું શું કરું?" આ શિકાયત કરીને તે ભૂખ્યા પેટે સૂઈ ગયો. સવારે જાગ્યો તો અદભુત દ્રશ્ય હતું. જોયું કે એક હોડી કિનારે લાગેલી છે અને ખલાસીઓ (મલ્લાહ) તેને લેવા આવ્યા છે. તેણે ખલાસીઓને પૂખ્યું કે "તમને મારા વિશે કેવી રીતે ખબર પડી?" તેમણે જે જવાબ આપ્યો, તેનાથી વેપારી આશ્ચર્યચકિત થઈ ગયો. ખલાસીઓએ કહ્યું કે: "અમને ખબર હતી કે આ ટાપુ નિર્જન છે, પરંતુ દૂરથી ધુમાડો નીકળતો જોયો તો સમજ્યા કે કદાચ કોઈ અહીં ફસાયેલું છે, જેને બચાવવું જોઈએ. એટલા માટે અમે તમારી પાસે આવ્યા." પછી વેપારીએ પોતાની આખી વાર્તા સંભળાવી તો ખલાસીઓએ એવું કહીને તેને વધુ આશ્ચર્યચકિત કરી દીધો કે જે જહાજમાંથી તમને સમુદ્રમાં ફેંકવામાં આવ્યા હતા, તે આગળ જઈને ડૂબી ગયું. આ સાંભળીને વેપારી સજદામાં પડી ગયો, રબનો શુક્ર અદા કરવા લાગ્યો અને કહ્યું કે પાક છે તે ઝાત (ઈશ્વર) જેણે મને બચાવવા માટે વેપારીઓના હાથે સમુદ્રમાં ફેંકાવ્યો. પોતાના બંદાઓ વિશે તે જ સૌથી વધુ જાણનારો છે. ચેતવણી (તન્બીહ): સંજોગો ગમે તેટલા કપરા હોય, અલ્લાહની રહમતથી નિરાશ ન થશો. દરેક પરિસ્થિતિમાં તમારા રબ પર ભરોસો રાખો, કારણ કે તે વધુ સારી રીતે જાણે છે. ___________📝📝___________ મનકૂલ. પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ ___________📝📝___________

સૌથી તાજેતરનું

Naats