فتح اللہ الاحد بتوضيح الادب المفرد جلد ١
કવર જુઓ

فتح اللہ الاحد بتوضيح الادب المفرد جلد ١

એક ક્લિક સાથે આ પુસ્તકનું અન્વેષણ કરો. ઓનલાઇન વાંચો અથવા ઓફલાઇન વાંચવા માટે ડાઉનલોડ કરો.

99 નો નિયમ

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો અર્થ છે?" રાજાએ પૂછ્યું. વજીરે કહ્યું, "રાત્રે એક કોથળીમાં 99 દીનાર નાખીને તેના દરવાજા પર લટકાવી દો, પરંતુ તેના પર લખી દો કે 'આ 100 દીનાર મારી તરફથી તારા માટે ભેટ છે'. દરવાજે ટકોરો મારીને પાછા આવી જાઓ, પછી આખો દિવસ જુઓ કે શું થાય છે." રાજાએ એવું જ કર્યું. સેવક બહાર આવ્યો, ખુશીથી કોથળી ઉઠાવી અને ઝડપથી ગણવા લાગ્યો. ખબર પડી કે એક દીનાર ઓછો છે. તેણે ફરીથી ગણતરી કરી, પણ તોય 99 જ આવ્યા. હવે તે દરવાજાની આસપાસ શોધવા લાગ્યો કે કદાચ ક્યાંક પડી ગયો હોય, પણ કંઈ મળ્યું નહીં. થોડીવાર પછી તેની પત્ની અને બાળકો પણ આવી ગયા અને શોધવા લાગ્યા. આમ, આખી રાત તેમણે તે એક દીનારની શોધમાં વિતાવી દીધી. સવારે તે કામ પર આવ્યો, પણ તેનો ચહેરો ઉતરેલો અને પરેશાન હતો. ઊંઘ ન મળવાના કારણે સ્વભાવમાં થાક અને ભારેપણું હતું, અને તેની રોજીંદી ખુશી ગાયબ હતી. આ જોઈને રાજાને 99 ના નિયમનું રહસ્ય સમજાઈ ગયું. તે એ કે આપણે અલ્લાહ તઆલાએ આપેલી 99 નેમતોને (આશીર્વાદોને) ભૂલી જઈએ છીએ અને તે એક ખૂટતી વસ્તુને મેળવવાની પાછળ પડી જઈએ છીએ. એ જ વસ્તુ દરેક સમયે આપણી વિચારસરણીનું કેન્દ્ર બની જાય છે અને તેના માટે જ બધી દોડધામ અને મહેનત થાય છે. આ જ કારણે અસંખ્ય આશીર્વાદો હોવા છતાં આપણે પરેશાન રહીએ છીએ અને દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો શુક્ર (આભાર) માનતા નથી, જે ખુશ રહેવાની સાચી ચાવી છે. ___________📝📝📝___________ સાભાર (મનકૂલ) પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ

સૌથી તાજેતરનું

Naats