مفتاح الاسرار شرحِ اردو مشکوٰۃ الآثار
કવર જુઓ

مفتاح الاسرار شرحِ اردو مشکوٰۃ الآثار

એક ક્લિક સાથે આ પુસ્તકનું અન્વેષણ કરો. ઓનલાઇન વાંચો અથવા ઓફલાઇન વાંચવા માટે ડાઉનલોડ કરો.

પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"

પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"

કહેવાય છે કે એક ગામ એવું હતું જે જૂઠું બોલવા અને ખોટી સાક્ષી આપવા માટે પ્રખ્યાત હતું. આ જ ગામમાં એક પુરુષ અને સ્ત્રીએ ગુપ્ત રીતે, પરંતુ સંપૂર્ણ શરઈ રીતે નિકાહ કરી લીધા. કાઝી, સાક્ષીઓ અને શરઈ જરૂરિયાતો બધું જ પૂર્ણ હતું. થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને તેને તમામ શરઈ હકોથી પણ વંચિત કરી દીધી. મજલૂમ (પીડિત) મહિલા કાઝી પાસે પહોંચી અને ફરિયાદ કરી કે પતિએ માત્ર કાઢી મૂકી નથી પરંતુ મારો હક પણ છીનવી લીધો છે. કાઝીએ પૂછ્યું: "શું ખરેખર તમારા નિકાહ થયા હતા?" મહલાએ જવાબ આપ્યો: "જી, સંપૂર્ણ શરઈ નિકાહ થયા હતા. કાઝી અને બે સાક્ષીઓની હાજરીમાં." કાઝીએ પતિ અને સાક્ષીઓને અદાલતમાં બોલાવ્યા. પરંતુ ત્રણેયે અદાલતમાં સ્પષ્ટ ના પાડી દીધી. બધાએ કહ્યું: "અમે ન તો આ સ્ત્રીને ક્યારેય જોઈ છે અને ન તો કોઈ નિકાહ થયા છે." હવે કાઝી સાહેબે સ્ત્રીને પૂછ્યું: "શું તમારા પતિ પાસે કૂતરા છે?" મહલાએ કહ્યું: "જી હા." કાઝીએ ફરમાવ્યું: "શું તમે તે કૂતરાઓની સાક્ષી અને નિર્ણય સ્વીકારશો?" મહલાએ કહ્યું: "જી હા, હું તેમની સાક્ષી સ્વીકારું છું." કાઝીએ હુકમ કર્યો: "આ સ્ત્રીને તેના પતિના ઘરે લઈ જવામાં આવે. જો કૂતરા તેને જોઈને ભસે, અજાણી સમજીને પ્રતિક્રિયા આપે તો તે જૂઠી છે. પરંતુ જો તેઓ તેને જોઈને ખુશ થાય, ઓળખે અને સ્વાગત કરે, તો તે સ્ત્રી સાચી છે, અને પતિ તથા સાક્ષીઓ જૂઠા." આ સાંભળીને પતિ અને સાક્ષીઓના ચહેરાનો રંગ ઉડી ગયો, શરીર ધ્રૂજવા લાગ્યા—જૂઠાણું હવે ખુલ્લું પડવાનું હતું. કાઝીએ ઉચ્ચ સ્વરે કહ્યું: "فَجَلِّدُوهُمْ، فَإِنَّهُمْ يَكْذِبُونَ!" “આ જૂઠાઓની ધરપકડ કરીને કોરડા મારો, આ જ જૂઠા છે.” પછી કાઝીએ પોતાના અવલોકન પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું: "بِئْسَ القُرَى الَّتِي كِلَابُهَا أَصْدَقُ مِنْ أَهْلِهَا!" “કેટલું બદનસીબ છે તે ગામ જેના કૂતરા, માણસો કરતાં વધુ સાચા હોય.” _____📝📝📝_____ મનકૂલ (સાભાર/નકલ કરેલ). ઇન્તેખાબ (પસંદગી) ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ.

સૌથી તાજેતરનું

Naats