عربی ہفتم دورہ حدیث شریف

ایضاح البخاری جلد ٢
ایضاح البخاری جلد ٢
ایضاح البخاری جلد ٣
ایضاح البخاری جلد ٣
ایضاح البخاری جلد ٤
ایضاح البخاری جلد ٤
ایضاح البخاری جلد ٥
ایضاح البخاری جلد ٥
ایضاح البخاری جلد ٦
ایضاح البخاری جلد ٦
رہنمائے ترکیب مع رہبر اجراء
رہنمائے ترکیب مع رہبر اجراء
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الاول
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الاول
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الثانی
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الثانی
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الثالث
منار الھدی علی قطر الندی و بل الصدی المجلد الثالث

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર

અલ્લાહવાળાઓની સોહબત (સંગત) ની અસર

હઝરત મૌલાના યુસુફ બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) એ એક વખત એક મજલિસ (સભા) માં ફરમાવ્યું કે: એક વર્ષ અમે હજ માટે ગયા, ત્યાં ઉલેમાઓ (વિદ્વાનો) ના ગ્રૂપમાં એક રિટાયર્ડ ફોજી ઓફિસર પણ હતો. તહજ્જુદના સમયે તે ફોજી ઓફિસર અમારા બધા કરતાં પહેલાં ઊઠીને બૈતુલ્લાહ શરીફ ચાલ્યો જતો અને તે સમયે તવાફ કરતો હતો. મૌલાના ફરમાવે છે: "મને આશ્ચર્ય થતું કે તે એક સામાન્ય માણસ છે અને હું શૈખુલ હદીસ, દેવબંદનો ફાઝિલ (ગ્રેજ્યુએટ), અલ્લામા અનવર શાહ કાશ્મીરી (રહમતુલ્લાહી અલયહિ) જેવા મુહદ્દિસનો શાગિર્દ (શિષ્ય) અને ઉસ્તાઝુલ ઉલેમા (ઉલેમાઓનો શિક્ષક) છું; છતાં આ સામાન્ય મુસલમાન, તે પણ રિટાયર્ડ ફોજી ઓફિસર, જે મારા કરતાં મોટો આબિદ અને ઝાહિદ (બંદગી કરનાર) છે." મૌલાના બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) ફરમાવે છે કે: "મેં એક વખત ઈરાદો કર્યો કે હવેથી હું તેના કરતાં પહેલાં તહજ્જુદ માટે ઊઠીશ. સો જ્યારે હું રાત્રે ઊઠ્યો તો આ જોઈને શાંતિ થઈ કે તે પોતાના પથારીમાં સૂતો છે. હું ખૂબ ખુશ થયો કે શુક્ર છે આજે હું ઇબાદત કરનાર સામાન્ય મુસલમાન પર સરસાઈ (ફોકિયત) મેળવી ગયો. બાથરૂમ (હમ્મામ) માંથી વઝૂ વગેરે કરીને જ્યારે હું રૂમમાં આવ્યો તો જોયું કે તે રિટાયર્ડ ફોજી ઓફિસર મારા માટે ચાનો કપ લઈને ઊભો છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ માણસ તો હમણાં જ પથારીમાં સૂતો હતો, આ આટલી જલ્દી બહારથી ચા લઈને પણ આવી ગયો! પરંતુ જ્યારે પથારી પર નજર નાખી તો જોયું કે તેની પથારીમાં કોઈ સૂતું છે. મેં પૂછ્યું, 'મિયાં! તમે માણસ છો કે જીન્ન? જો તમારી પથારીમાં તમે નથી, તો આ કોણ છે?' તેણે હસીને કહ્યું, 'મૌલાના! હું માણસ જ છું. હું જ્યારે તહજ્જુદથી થોડીવાર પહેલાં હરમ શરીફ ગયો તો મેં ત્યાં એક અજાણ્યા (નાવાકિફ) હાજી સાહેબને તાવથી પીડાતા જોયા. મારાથી રહેવાયું નહીં અને હું તેમને મારી રહેવાની જગ્યા (કિયામગાહ) પર અહીં લઈ આવ્યો. તેમને પોતાની પથારીમાં સુવડાવીને પાછો હરમ શરીફ ચાલ્યો ગયો હતો. એટલે પથારીમાં આ હું નથી પણ બીમાર હાજી સાહેબ છે.'" હઝરત બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) એ આશ્ચર્યચકિત થઈને તેને પૂછ્યું કે, "મિયાં! તમે કોણ છો જેણે એટલે કે એક રિટાયર્ડ ફોજીએ મુજ આલિમ અને શૈખુલ હદીસને, દેવબંદના ફાઝિલને, ઉસ્તાઝુલ ઉલેમાને, બહુ મોટા મદ્રેસાના મોહતમીમ (પ્રિન્સિપાલ) ને અને ઉલેમાઓના ગ્રૂપ લીડરને ઝુહ્દ અને તકવા (પરહેઝગારી) માં પાછળ છોડી દીધા છે? આજે મેં ઈરાદો કર્યો હતો કે આજ પછી તમારાથી પહેલાં ઊઠીશ અને તમારાથી પહેલાં હરમ જઈશ, પણ હું તમારી બરાબરી ન કરી શક્યો. સાચેસાચું કહી દો કે તમે કોણ છો?" તે ફોજી ઓફિસરે જવાબ આપ્યો કે: "હું શૈખુત તફસીર મૌલાના અહમદ અલી લાહોરી (રહમતુલ્લાહી અલયહિ) નો મુરીદ (શિષ્ય) છું." મૌલાના બનૂરી (રહમતુલ્લાહી અલયહિ) ફરમાવે છે: "મેં મારી જાત પર અફસોસ કર્યો કે કુત્બુલ અક્તાબ મૌલાના અહમદ અલી લાહોરી (રહમતુલ્લાહી અલયહિ) સાથેના જોડાણ (નિસ્બત) ના કારણે એક સામાન્ય મુસલમાનને અલ્લાહના ત્યાં કેટલું ખાસ સ્થાન (મકામ) પ્રાપ્ત છે." આ કિસ્સા પરથી એ ખબર પડે છે કે અલ્લાહવાળાઓની સોહબત (સંગત) થી એટલું ઊંચું સ્થાન મળે છે કે જો મુરીદ સામાન્ય મુસલમાન પણ હોય તો તે અમલ (કર્મ) ની દ્રષ્ટિએ મોટા-મોટા અહલે ઇલ્મ (વિદ્વાનો) થી આગળ નીકળી જાય છે. દુઆ છે કે અલ્લાહ તઆલા આપણને પણ નેક લોકોની કદર કરવાની અને તેમની સોહબતથી ફાયદો ઉઠાવવાની હિંમત અને તૌફીક અતા ફરમાવે. આમીન.

સૌથી તાજેતરનું

Naats